રંગ રંગીલો તહેવાર એટલે હોળી
દર વર્ષે ફાગણ માસની પૂર્ણિમાના દિવસે માર્ચ મહિનામાં આવતો લોકપ્રિય હિંદુ તહેવાર એટલે હોળી
આ વર્ષે 28મી માર્ચ,2021 ને રવિવારના હોળીકા દહન છે. 29 માર્ચ ને સોમવારના દિવસે આવતા આ રંગે રમવાનો ઉત્સવ ધુળેટી પર્વનું સ્વાગત છે
બાળપણમાં માણેલા અદ્વિતીય પળો ની સંભાર
એક મહિના પહેલા જ અમારી હોળી નો તહેવાર ચાલુ થઇ જતો, બસ પપ્પા દુકાને જાય એની રાહ જોતા હોઈએ , પપ્પા ને આંખે થી છેક રસ્તો પૂરો થાય ત્યાં સુધી મૂકી આવીયે, હવે પપ્પા દેખાતા નથી એમ જણાય એટલે અમારા બધા હથિયારો બહાર આવી જાય, પાક્કા કલર ની ડબ્બી , પિચકારી , ફુગ્ગા, ઓઇલ કલર થી ભરેલો લોટો , સિલ્વર ટ્યૂબ,
સોસાયટી માંથી કોઈની હિમ્મત છે કે નીકળી બતાવે, અમારી ગેંગ તૈયારજ બેઠી હોય હુમલો કરવા
આજે પણ યાદ છે , અમારી બીક થી સ્કૂલ થી છૂટતા છોકરાઓ રસ્તો બદલી દેતા ,ચાલતા સાધનો પર પિચકારી થી કલર વાળું પાણી નાખવું, આમારી ઉમર ના છોકરાઓ તો મળ્યા એવા ગયા ,સાહેબ, ૩ કલાક નાય તોય એના માથા માંથી કલર ના જાય , અમારી ગેંગ થી રંગાયેલા માણસ ને એક અઠવાડિયું મોઢું કલર વાળું જ રહે એની ગેરંટી
હોળી ના દિવસે ગામ માં અલગ અલગ ગેંગ બને પછી ગેંગ વોર થાય
બધા એકબીજા ને ઘસડી ઘસડી ને રંગે
ક્યારેક તો કાદવ ખીચડી અને છાણ નો ઉપયોગ પણ ગેંગ વોર માં થઇ જાય
હસવું ત્યારે આવે જયારે ગેંગ વોર્ માં ટિમ ના માણસો જ ના ઓળખાય , વોર પુરી થતા પહેલા તો ટિમ ના માણસો અદ્દલ બદલ થઇ ગયા હોય
હોળી પુરી થતા તો કેટલાય જગડા થયા હોય , કેટલાય લોકો ઘરે કેવા આવે , ઘણી વાર ઘરે થી માર પડે, ક્યારેક તો પિચકારી પણ તૂટી જાય
અમને રોકવાનો પુરે પૂરો પ્રયાસ થાય પણ અમે તો એવાને એવા ફરી કોઈ હાથ માં આયો નથી કે એને એવો રંગીએ બધી દાજ એના પર કાઢી દઈએ
ક્યારેક એવું થતું કે ફરિયાદ કરવા વાળા કાકા ને અમે દાઢ માં રાખતા, સોસાયટી માંથી નીકળે ત્યારે ધાબા પર થી સંતાઈ ને પાણી વાળા ફુગ્ગા ના છુટ્ટા ઘા કરતા , અને બદલો લીધા ની ખુશી અનુભવતા
હોળી માતા એ પગે લાગવા જઇયે ત્યારે પણ ૪, ૫ ફુગ્ગા સાથે લઇ લઈએ,
હોળી પ્રાગટ્ય માં કપૂર અને
શ્રીફળ હોમી ને તેને
ચારે તરફ હોળીની પ્રદક્ષિણા
કરીએ, કોણ વધારે
આટા મારે એની પણ
હોડ લાગી હોય , વડીલો
કહે કે જેમ વધારે
તપસો એમ
આખું વર્ષ તાવ નહીં
આવે
આ શ્રદ્ધા થી અમે બે
ચાર આટા વધારે મરીયે
અને હાથ જોડી પ્રાર્થના
કરીયે કે માતાજી તાવ
ન આવવા દેતા
Superb.....👌👌
ReplyDelete