વેદોમાં ત્રણ મહાન રાત્રીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છેઃ
૧. કાળરાત્રી જે કાળી ચૌદસને નામે ઓળખાય છે.
૨. મોહરાત્રી જે જન્માષ્ટમીની રાત્રી તરીકે પ્રખ્યાત છે.
૩. મહારાત્રી જે મહાશિવરાત્રી તરીકે જાણીતી છે.
શિવરાત્રી એટલે ભગવાન શંકરને એટલે કે શિવને સમર્પિત થવાનો દિવસ. દર મહા મહિનાની વદ તેરસ શિવરાત્રી કહેવાય છે, જ્યારે લોકો જેને સામાન્ય રીતે શિવરાત્રી તરીકે ઉજવે છે તે દિવસ મહા વદ તેરસ ખરેખર મહાશિવરાત્રીનું પર્વ છે
આ ભગવાન શિવ ની મહાન રાત્રી છે, આ પવિત્ર રાત્રીએ જાગૃકતા સાથે જાગરણ કરવા થી એક જ રાતમાં માનવ શિવત્વને પામી શકે છે, જાગરણ કરવા થી તમારા જીવનમાં જબરદસ્ત ખુશાલી પ્રાપ્ત થશે
મહાશિવરાત્રી ની રાતે પૃથ્વી વિશેષ રીતે ધરી પર ઝુકેલી હોવાથી એક વિશેષ યોગ નું નિર્માણ થાય છે, આ સમયે ઉતારી ગોળાર્ધ માં ઉર્જા સ્વાભાવિક રૂપે ઉપર તરફ ઉઠે છે
જો તમે ઉર્જા વગેરે માં વિશ્વાસ ન કરતા હોવ તો પૂનમ ની રાત્રે દરિયા કિનારે જઈને બેસો તમે અનુભવ કરશો કે દરિયો ઉછાળા મારી રહ્યો છે, તે પણ ઉત્સવ મનાવી રહ્યો છે
તેમજ તમારા શરીર માં પણ ૭૨% પાણી છે તો તમને એવું કેમ લાગે છે કે શરીર નું પાણી ઉપર નહીં ઉઠે ? શરીર ના બધાજ તરલ પદાર્થ પ્રભાવિત થાય છે
લોકો વિચારે છે કે ચાંદ પાગલપન પેદા કરે છે, જો તમે પાગલ છો તો વધુ પાગલ બનશો, પ્રેમમય છો તો વધુ પ્રેમમય અને ધ્યાનમય છો તો વધુ ધ્યાનમય બનશો, તમારો જે પણ ગુણ છે તે અનેક ગણો થઇ જશે
જો મહાશીવરાત્રી ની રાત્રે તમે સુતા રહેશો તો તમારી ઉર્જા ઉપર તરફ નહીં જઈ શકે, તથા તમે પોતાની જાત ને સંવેદનશીલ રીતે નુકસાન પણ પોહચાડી શકો છો
જયારે તમારી રીડ ની હડ્ડી એટલે કે કરોડરજ્જુ સીધી હશે ત્યારે તમારી ઉર્જા ઉપર તરફ વધશે અને અલગ આયામ સુધી પહોંચશે
આ રાત સુવા ની રાત નથી આ રાત ઉત્સવ ની રાત છે , ભારતભરમાં જ્યાં જ્યાં શિવનાં મોટાં મંદિરો છે ત્યાં ભવ્યતાથી આ ઉત્સવ ઉજવાય છે. ગિરનારની ગોદમાં શિવરાત્રીના દિવસે ભરાતો ભવનાથનો મેળો અલખના આરાધકોનું મિલન સ્થળ છે, જ્યાં ભારતભરના સાધુ-સંતો ભેગા થાય છે. જે ભારતમાં કુંભના મેળા પછી બીજા સ્થાને આવે છે.
તમે
ઘરે બેઠા પણ ઉતસ્વ
નો લાભ મેળવી શકો
છો યુટ્યુબ પર ઈશા યોગા
સદગુરુ ચેનલ પર LIVE પ્રોગ્રામ
નિહાળી શકો છો, જે 6 PM તો
6 AM સુધી
ચાલુ રહેશે
સૌ શિવભક્તોને શિવરાત્રીની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવે છે.
જય ભોલેનાથ, હર હર મહાદેવ……..
BY AKASH RATHOD
Shree Shiva shambhu bholenaath ki Jay!!
ReplyDeleteJAY HO...
DeleteHAR HAR MAHADEV SHIV SHAMBHU
Har har mahadev
ReplyDeleteJay bhole
ReplyDeleteJay bhole
ReplyDeleteJay bhole
ReplyDeleteVaah....👌👌
ReplyDelete