વેદોમાં ત્રણ મહાન રાત્રીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છેઃ ૧ . કાળરાત્રી જે કાળી ચૌદસને નામે ઓળખાય છે . ૨ . મોહરાત્રી જે જન્માષ્ટમીની રાત્રી તરીકે પ્રખ્યાત છે . ૩ . મહારાત્રી જે મહાશિવરાત્રી તરીકે જાણીતી છે . શિવરાત્રી એટલે ભગવાન શંકરને એટલે કે શિવને સમર્પિત થવાનો દિવસ . દર મહા મહિનાની વદ તેરસ શિવરાત્રી કહેવાય છે , જ્યારે લોકો જેને સામાન્ય રીતે શિવરાત્રી તરીકે ઉજવે છે તે દિવસ મહા વદ તેરસ ખરેખર મહાશિવરાત્રીનું પર્વ છે આ ભગવાન શિવ ની મહાન રાત્રી છે , આ પવિત્ર રાત્રી એ જાગૃકતા સાથે જાગરણ કરવા થી એક જ રાતમાં માનવ શિવત્વને પામી શકે છે , જાગરણ કરવા થી તમારા જીવનમાં જબરદસ્ત ખુશાલી પ્રાપ્ત થશે મહાશિવરાત્રી ની રાતે પૃથ્વી વિશેષ રીતે ધરી પર ઝુકેલી હોવાથી એક વિશેષ યોગ નું નિર્માણ થાય છે , આ સમયે ઉતા...